- દિલ્હીમાં કોરોનાનો કહેર
- એક જ દિવસમાં 27 હજાર 561 કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થી રહ્યો છે, વધતા કેસોની સંખ્યા મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ જોવા મળી છે, ત્યારે દિલ્હી હાલ કોરોનાની કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે આ સાથએ જ ઓમિક્રોનનો ભય પણ યથાવત જોવા મળે છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અહીં 27 હજાર 561 નવા કેસ નોંધાયા છે, જે 20 એપ્રિલ, 2021 પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસોમાં સમાવેશ પામે છે. અહીં કોરોના પોઝિટિવ રેટ વધીને 26.22 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાને કારણે 40 દર્દીઓના મોત પણ થયાના એહેવાલ માસે આવી રહ્યા છે, જે 10 જૂન, 2021 પછી એક દિવસમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો જોવા મળ્યો છે.
સંક્રમણ દર 5 મે પછી રહવે સોથી વધુ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27,561 નવા કોરોના કેસ, લગભગ સાડા 8 મહિનામાં સૌથી વધુ, કેસ છે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 87,445 હતી, જે લગભગ 8 મહિનામાં સૌથી વધુ થઈ ચૂકી છે.આ પહેલા 8 મે ના રોજ 87 હજાર 907 નોંધાઈ હતી. 24 કલાકમાં 40 દર્દીઓના મોત થયા છે આ પહેલા જૂનની 10 તારિખે 44 મોત નોંઘાયા હતા