ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિએન્ટનો કહેરઃ- દેશમાં વધતા જતા કેસોને લઈને ઓક્સિજનના અભાવ વચ્ચે અનેક દેશો આવ્યા મદદે
- ઈન્ડોનેશિયામાં કોરોનાનો કહેર
- વધતા જતા કેસો સામે ઓક્સિજનનો સર્જાયો અભાવ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર બાદ ડેલ્ડા વેરકિએન્ટે કોહરામ મચાવ્યો છે, વિશ્વના કેટલાક દેશઓ ડેલ્ડા સામે લડત લડજી રહ્યા છે . ત્યારે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમઅણ ઝડપથી ફેલાવાને કારણે ઇન્ડોનેશિયામાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. બે મહિના ઇન્ડોનેશિયાએ હજારો ટન ઓક્સિજન ભારતને સપ્લાય કર્યુ હતું પરંતુ હવે પોતાના જેશમાં જ ઓક્સિજનનો અભાવ સર્જાયો છે.
કોરોનાના વિનાશક લહેર સામે ઝઝૂમી રહેલા ઈન્ડોનેશિયાએ ભારત ઉપરાંત સિંગાપોર અને ચીન પાસેથી ઓક્સિજનની તાત્કાલિક ઘોરણે મદદ માંગી છે. શુક્રવારે સિંગાપોરથી 1 હજાર ઓક્સિજન સિલિન્ડરો, કોન્સ્સન્ટ્રેર્સ, વેન્ટિલેટર અને અન્ય આરોગ્ય સાધનોનો જથ્થો મોકલવામાં આવ્યો હતો
તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ ઈન્ડોનેશિયાની મદદે આવ્યું છે, ત્યાથી 1 હજાર વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે. આ સિવાય ઇન્ડોનેશિયા પણ તેના લોકોને મદદ પૂરી પાડવા 36 હજાર ટન ઓક્સિજન અને સિંગાપોરથી 10 હજાર વેન્ટિલેટર ખરીદશે. ચીનથી ઓક્સિજન ખરીદવા અંગે પણ વાતો ચાલી રહી છે. બીજી તરફ, યુએસ અને યુએઈએ પણ મદદ કરવાની રજુઆત કરી છે.
વિશ્વના ચોથા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં અત્યાર સુધીમાં 24 કરોડથી વધુ સંક્મિત લોકો મળી આવ્યા છે અને 63 હજાર 760 લોકો મોતને ભેટ્યા છે. ગુરુવારે, ઇન્ડોનેશિયામાં 24 કલાકમાં 39 હજાર નવા કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયા એવો દેશ છે જેણે ભાતરના કપરા સમયમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની મદદ કરી હતી આ સિવાય પણ ઈન્ડોનેશિયાએ ઘણા દેશઓને ઓક્સિજન સપ્લાય કર્યું હતું જો કે હાલની સ્થિતિ એવી સર્જાય છે કે અહીં ઓક્સિજનનો મોટો એભાવ સર્જાય રહ્યો છે.જે ડરનું વાતાવરણ ઊભુ કરી રહ્યું છે.