- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર
- છેલ્લા 10 દિવસમાં 47 હજાર કેસ નોંધાયા
મુંબઈ – સમગ્ર દેશમાં વિતેલા વર્ષ દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ઘીમે ઘીમે કોરોનાની હાર થી હતી જો કે છેલ્લા કેટલાક દિવસોથી દેશનું રાજ્ય મહારાષ્ટ્ર ફરી કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને બે દિવસનું લોકડાઉન બે જીલ્લામાં કરાયું હતું, છેલ્લા 10 દિવસોમાં મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસો સામે આવતા તંત્ર દોડતું થયું છે.મહારાષ્ટ્ર સરકાર હવે આ બાબતને લઈને જાગતી થઈ છે, તેમણે કોરોનાને લઈને અનેક આંશિક પ્રતિંબધો જાહેર કર્યા હતા, જેમાં મહારાષ્ટ્ર સરકારે ભીડ એકઠી થતી હોય તેવા રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધા છે.
આ સાથે જ અમરાવતી જીલ્લામાં એક સપ્તાહ માટે લોકડાઇન લાગુ કર્યું છે, તો બીજી તરફ પૂણે શહેરમાં પણ અનેક પ્રતિબંધો લાગુ કર્યા છે, શૈક્ષણિક સંસ્થાઓ શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસ પણ બંધ કરવામાં આવ્યા છે
બીજી તરફ નાગપુર, યવતમાલ અને મુંબઈમાં નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારીઓ ચાલી રહી છે. વહીવટ તંત્રએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવ્યું છે. આ સાથએ જ માસ્ક ન પહેરનારા અને હોમક્વોરોન્ટાઈમાંથી બહાર નીકળનારા સામે સખ્ત પગલા લેવાની જાહેરાત કરાઈ છે.
હોમક્વોરોન્ટાઈનનો ભંગ કરનારા સામે જેલની સજા ફટકારવાની જાહેરાત કરાઈ છે, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે,સમગ્ર દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 45 હજારનો આંકડો વટાવી ચૂકી છે.
સાહિન-