Site icon Revoi.in

કોરોના સામેની લડાઈઃ અફઘાનિસ્તાનને ભારતે કોરોના રસીના ડોઝની મદદ મોકલાવી

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનની પ્રજા ભુખમરાનો સામનો કરી રહી છે. બીજી તરફ અનેક મુશ્કેલીઓનો સામનો કરતા અફઘાનિસ્તાની પ્રજાની મદદ ભારત આવ્યું છે. ભારત સરકાર દ્વારા કોરોના મહામારીની લડતને વધારે મજબુત બનાવવા માટે કાબુલની હોસ્પિટલને કોરોના રસીનું દાન કર્યું છે.

ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પીડિત અફઘાનિસ્તાનમાં જીવવું ઘણું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશના લોકો માટે કોરોનાના નવા વેરિઅન્ટ Omicron વેરિઅન્ટથી બચવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. જો કે, પાકિસ્તાન-ચીનથી વિપરીત, ભારત આ મુશ્કેલ પરિસ્થિતિમાં અફઘાન લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને 5 લાખ કોરોનાવાયરસ રસી- કોવેક્સિન ડોઝનું દાન કર્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકાર અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આગામી થોડા અઠવાડિયામાં કોવેક્સિનના પાંચ લાખ ડોઝનું પેકેજ અફઘાનિસ્તાન મોકલવામાં આવશે. આ ઉપરાંત અફઘાન લોકોને ભૂખમરાથી બચાવવા માટે અનાજ અને જીવનરક્ષક દવાઓ પણ મોકલવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં ભારતે અફઘાનિસ્તાનને 1.6 ટન તબીબી સહાય મોકલી છે. આ મદદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મોકલવામાં આવી હતી. આગામી અઠવાડિયામાં વધુ મદદ મોકલવામાં આવશે.