- શાળાઓ માટે ટૂંક સમયમાં કોરોના ગાઈડલાઈન
- વધતા સંક્રમણને જોતા સરકારનો મહત્વનો નિર્ણય
- નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી માહિતી
દિલ્હી: રાજધાની દિલ્હીની શાળાઓમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની શાળાઓ માટે નવી કોવિડ માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની શાળાઓ માટે કોવિડ એસઓપી દિલ્હી ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું કે ‘છેલ્લા ચાર-પાંચ દિવસમાં દિલ્હીની શાળાઓમાં કોરોના ચેપના 4-5 કેસ નોંધાયા છે. પરંતુ તે બધા શાળાએ આવ્યા ન હતા.
જો કે એક સમયે દિલ્હીમાં કોરોનાવાયરસના કેસ સૌથી વધારે પ્રમાણમાં નોંધવામાં આવી રહ્યા હતા અને અત્યારે હવે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા અનેક પ્રકારના યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
સૂત્રોના કહેવા અનુસાર દિલ્લીમાં સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બાળકોને માસ્કમાંથી મુક્તિ આપવામાં આવી શકે તેમ છે અને તે ઉપરાંત અન્ય શાળાઓમાં અન્ય પ્રકારની છૂટછાટ આપવામાં આવી શકે છે.