ચીનમાં કોરોના વકર્યો, સ્થિતિને નિયંત્રણમાં લાવવા આ શહેરમાં લોકડાઉન લાગૂ કરાયું – હજારો પ્રવાસીઓ ફસાયા
- ચીનમાં કોરોના બેકાબૂ બન્યો
- 80 હજારથી વધુ પ્રસાવીઓ ફસાયા
- સ્થિનિે નિયંત્રણમાં લાવવા લગાવાયુ લોકડાઉન
- ફરી ચીનમાં કોરોનાનો કહેર
દિલ્હીઃ- વિશઅવભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જ્યાથી કોરોનાની ઉત્પતિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોના બેકાબૂ બન્યો છે, અહી મોટી સંખ્યામાં નવા કેસો નોંધાતા સરકારની ચિંતા વધી છે,ખાસ કરીને તે દક્ષિણ ચીનના રિસોર્ટ શહેર સાન્યાએ આજ રોજ શનિવારે કોરોનાની સ્નાથિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન લાગૂ કર્યું છે. આ સહીત સંક્રમણને રોકવા માટે ફાટી પરિવહન લિંક્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જેને લઈને 80 હજારથી વધુ પ્રવાસીઓ આ શહેરમાં ફસાયા હોવાનો એહવાલ મળી રહ્યો છે.
સાન્યાના ડેપ્યુટી મેયર હી શિગાંગે કહ્યું કે હાલમાં સાન્યામાં 80,000 થી વધુ પ્રવાસીઓ રોકાયા છે. તેમણે કહ્યું કે સાન્યા છોડતા પહેલા, લોકોએ ખાતરી કરવી જોઈએ કે 48 કલાકની અંદર તેમના બે પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે કે નહી તો જ મુસાફરીની મંજૂરી અપાશે. આ સહીત અચાનક લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે ટિકિટના દરો વધ્યા હોવાની પણ જાકારી મળી રહી છે.
અધિકારીઓએ સમગ્ર શહેરમાં સાવચેતી રાખવા સૂચના આપી છે. શનિવાર સવારથી સાન્યા શહેરમાં સાર્વજનિક વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાન્યા શહેરમાં 10 લાખથી વધુ વસ્તી છે. દેશના દક્ષિણ કિનારે સ્થિત હૈનાન પ્રાંતની રાજધાની સાન્યા એક પર્યટન સ્થળ છે.જેને લઈને લોકો અહીની મુલાકાતે આવતા હોય છે પરંતુ વાહન વ્યવહાર ઠપ્પ થતા અહી હજારો લોકોએ ફસાવાનો વારો આવ્યો છે.
ચીન શૂન્ય કોવિડની નીતિ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન સાધવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે જો કે આ બાબત હવે ચીન માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે. આ સાથે જ સાન્યામાં લગાવેલા લોકડાઉન બાદ પ્વસાન પર માઠી અસર પડવાની શંકાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટથી શનિવાર સવાર સુધી સાન્યા શહેરમાં કુલ 455 કોરોના કેસ જોવા મળ્યા હતા. પરંતુ મોટા પાયે ટેસ્ટ શરૂ થયા બાદ અચાનક જ કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ હતી. આ પછી, શનિવારે સવારે, અધિકારીઓએ સ્થિતિને ખૂબ ગંભીર ગણાવીને નિયંત્રણો લાદી દીધા. સાન્યા શહેરમાં, સોશિયલ મીડિયા દ્વારા, સામાન્ય લોકો અને પ્રવાસીઓને પરિસ્થિતિને સમજવા અને તેના નિયંત્રણમાં સરકારને તેમનો સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ચીનમાં ફરી કોરોના વકરતો જોવામ ળી રહ્યો છે.જેણે સૂન્ય કોવિડ પોલીસીની જાહેરાત કરી હતી જો કે હવે તે મોટો પડકાર બન્યો છે.