અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં ઘણાબધા લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી. આથી આવી બેદરકારીથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે, આથી પોલીસ અને મ્યુનિના અધિકારીઓએ સંયુક્તપણે ઝૂબંશ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં માસ્ક વગર ફરતા 394 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજ્યભર અને દેશમાં હવે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ ગુજરાતના મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો માસ્કના નિયમોનું પણ ઉલંઘન કરતા જોવા મળતા હોય છે. તો બીજી તરફ લોકોની વધતી બેદરકારી સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસમાં માસ્ક વગર ફરતા 396 લોકોને મ્યુનિએ દંડ ફટકાર્યો છે. મ્યુનિ. ની 150થી વધુ ટીમો દરરોજ મોલ, ખાણી-પીણી અને જાહેર સ્થળો પર ચેકિંગ કરી રહી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ મુદ્દે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં મ્યુનિના હોદ્દેદારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરમાં હાલમાં 2221 જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં માત્ર 67 જ હોસ્પિટલમાં દાખલ છે બાકીના 2123 લોકો હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા હવે પોલીસ લોકોને રસી લેવા અપીલ કરશે. લોકો ઝડપથી રસી લે તે માટે રસીકરણ બુથ પર પોલીસ લાઉડ સ્પીકરથી લોકોને અપીલ કરશે. શહેરના પૂર્વ વિસ્તારમાં રસીકરણ ખૂબ ધીમા વેગે થઇ રહ્યું છે, જેને લઇને પોલીસ હવે મ્યુનિના પ્રયાસોમાં મદદ કરશે. પોલીસ અને મ્યુનિએ મેગા ડ્રાઇવ શરૂ કરી છે. મહત્વનું છે કે, પૂર્વ વિસ્તારમાં 30થી વધુ જગ્યા પર રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે.(file photo)