- પશ્વિમબંદાળમાં કોરોનાનો કહેર
- એક જ દિવસમાં 800થી વધપુ કેસ નોંઘાયા
- રાજ્ય સરકારની ચિંતામાં વધારો
કોલકાતાઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે હવે દિવાળઈ જેવા પર્વને લઈને માર્કેટમાં થતી ભીડ તથા લોકોના ટોળાઓ ફરી ચિંતા વધારી શકે છે,કોરોનાનો કહેરનો હવે પશ્વિમબંગાળમાં ફેલાવાનો આરંભ થયો હોય તેમ જોવા મળી રહ્યું છે.
પ શ્વિમબંગાળની કોરોનાની સ્થિતિના આંકડાઓ આરોગ્ય વિભાગે જારી કર્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મંગળવારે સતત બીજા દિવસે 800 થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે 06 નવા કેસ નોંધાયા હતા, જે પાછલા દિવસના આંકડા કરતાં એક સંખ્યા વધુ છે, જે આંકડો 15 લાખ 88 હજાર 66 પર લઈ ગયો છે.
રવિવાર અને શનિવારે કોરોનાવાયરસ કેસની સંખ્યા અનુક્રમે 989 અને 974 હતી. પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના કેસોમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્રએ રાજ્ય સરકારને કેસ અને મૃત્યુની તાત્કાલિક સમીક્ષા કરવા જણાવ્યું છે. તેણે કોવિડ-સલામત તહેવારને સુનિશ્ચિત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે.
પશ્વિમબંગાળની કોરોનાની સ્થિતિના આંકડાઓ આરોગ્ય વિભાગે જારી કર્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મંગળવારે સતત બીજા દિવસે 800 થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે 06 નવા કેસ નોંધાયા હતા, જે પાછલા દિવસના આંકડા કરતાં એક સંખ્યા વધુ છે, જે આંકડો 15 લાખ 88 હજાર 66 પર લઈ ગયો છે, જ્યારે 15 લોકોના મૃત્યુ સાથે હવે મૃત્યુઆંક હવે 19 હજાર 81 જોવા મળે છે.
આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે કોલકાતામાં 21 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 25 ટકાથી વધારે વધ્યા છે. ઉપરાંત, 14 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં 217 કેસ નોંધાયા હતા જ્યારે 21 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 272 કેસ નોંધાયા હતા.રાજ્યમાં સોમવારથી અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 38 હજાર 681 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનાથી આ કુલ પરીક્ષણોની સંખ્યા 1 કરોડ 89 લાખ 95 હજાર 979 થઈ ગઈ છે.