Site icon Revoi.in

દક્ષિણ આફ્રીકાથી મહારાષ્ટ્ર આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત- સરકારની ચિંતા વધી

Social Share

 

મુંબઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા આ વાયરસને લઈને વિશ્વભરના દેશ તસર્ક બન્યા છે અનેક દેશોએ એહીથી આવતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ જારી કર્યો છે,ત્યારે હવે ભારતમાં પણ સતર્કતા દાખવવામાં આવી છે, સરકારે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે, જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે ભારતકમાં પમ ચિંતા વધી છે.

મળતી માહિતી પ્રમાણે આ વાયરસને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગથી લઈને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, ચેપગ્રસ્ત વ્યક્તિમાં ઓમિક્રોન વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ તેને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો છે.આ કેસને લઈને આરોગ્ય વિભાગ દોડતુ થયું છે

મળતી માહિતી મુજબ, દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલ વ્યક્તિ થાણે જિલ્લાના ડોમ્બીલીનો રહેવાસી છે. કલ્યાણ-ડોમ્બીલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે વ્યક્તિના ટેસ્ટ રિપોર્ટમાં તેનામાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટિ થઈ છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થવાની બાકી છે.

આ સમગ્ર બાબતે આરોગ્ય અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. ત્યારથી તે કોઈના સંપર્કમાં આવ્યો નથી. આમ છતાં તેને આઈસોલેશન હેઠળ રાખવામાં આવશે છે.

કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઈઝરાયેલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત વિશ્વના દસ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ પછી ઘણા દેશોએ પોતાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, ઇઝરાયેલે તેની સરહદો સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.વૈજ્ઞાનિકો ઓમિક્રોનને કોરોનાના તમામ પ્રકારોમાં સૌથી ખતરનાક અને ચેપી માની રહ્યા છે. અત્યાર સુધીમાં તેમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ખૂબ જ ચેપી છે. આ નવા પ્રકાર પર રસીની શું અસર થશે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.