વડોદરાના નવનિયુક્ત મેયર થયા કોરોના સંક્રમિત
- તબીબની સલાહ અનુસાર હોમ ક્વોરન્ટાઈન
- સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા કરી અપીલ
- ટ્વીટ કરી કોરોના સંક્રમણની આપી જાણકારી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમજ મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને આગેવાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા પ્રયાસો તેજ બનાવાયા છે. દરમિયાન વડોદરા શહેરના ભાજપના નવ નિયુક્ત મેયર કેયુર રોકાદીયાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાને કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા તેમણે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો ડોક્ટરની સલાહ પ્રમાણે તેઓ હોમ ક્વોરંટાઇન થયા છે. આ અંગે તેમણે સોશીયલ મીડિયા મારફતે જાણકારી આપીને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ કોરોનાનો શિકાર બની ચુક્યા છે અને ખાનગી હોસ્પીટલમાં સવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક ધારાસભ્યો કોરોનાનો શિકાર બન્યા છે. તો કોંગ્રેસ અને ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. હાલમાં રાજ્યમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. તેમજ કોરોના રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.