Site icon Revoi.in

અમેરિકામાં બાળકો પર કોરોનાનો કહેરઃ નવજાત બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી એકવખત કોરોના મહામારી સામે લડત લગી રહ્યું છે ત્યારે દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં બાળકો માટે કોરોનાનો કહેર વધી રહ્યો છે, કારણ કે બાળકો સંક્રમિત થવાના કેસ વધતો જોવા મળી રહ્યા છે.કોરોના હવે કે જે સમગ્ર વિશ્વ માટે જોખમનો સંકેત આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, અમેરિકામાં કોવિડ રોગચાળો શરૂ થયા પછી બાળકો હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

અમેરિકામાં ગંભીર કોરોના સંક્રમણના કારણે દરરોજ 17 વર્ષથી ઓછી ઉંમરના 893 બાળકો હોસ્પિટલમાં દાખલ થાય છે. CDCના આંકડાઓ આ દર્શાવે છે કે 17 કે તેથી ઓછી ઉંમરના 90 હજાર થી વધુ બાળકો 1 ઓગસ્ટ 2020થી જાન્યુઆરી 13, 2022 ની વચ્ચે દેશમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. આમાંના મોટાભાગના બાળકો નવજાતથી લઈને ચાર વર્ષ સુધીના છે, જેમને રસીકરણ શરૂ કરવામાં આવ્યું નથી.

આ બાબતે  જો કે સીડીસી એ એમ પણ દાવો કર્યો છે કે બાળકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર હજુ પણ પુખ્ત વયના લોકો કરતા ઘણો ઓછો છે. પરંતુ, એવી પણ આશંકા છે કે આવનારા અઠવાડિયામાં બાળકોના કોવિડ સંક્રમણ વધુ ઝડપથી વધશે, જે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં પણ વધારો કરશે. સીડીસી મહામારીને રોકવામાં મદદ કરવા માટે પાંચ અને તેથી વધુ વયના દરેક વ્યક્તિ માટે કોવિડ રસી લેવાની ભલામણ કરે છે.

અમેરિકામાં છેલ્લા એક દિવસમાં ત્રણ લાખ 37 હજાર 884 નવા કેસ નોંધાયા છે, આ સિવાય દેશમાં કુલ 6.58 કરોડ કુલ સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 8.5 લાખ લોકોના મોત થયા છે. હાલમાં, કોવિડ ચેપને કારણે અમેરિકામાં 1.44 લાખથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી લગભગ 25 હજારની સ્થિતિ ગંભીર છે.

ઉલ્લેખનીય છે અમેરિકામાં છેલ્લા એક દિવસમાં ત્રણ લાખ 37 હજાર 884 નવા કેસ નોંધાયા છે, આ સિવાય દેશમાં કુલ 6.58 કરોડ કુલ સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 8.5 લાખ લોકોના મોત થયા છે. હાલમાં, કોવિડ સંક્મણના કારણે અમેરિકામાં 1.44 લાખથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી લગભગ 25 હજારની સ્થિતિ ગંભીર જોવા મળે છે.