Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાએ સૌથી વધુ વૃદ્ધોના જીવ લીધા – ડેથ ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

દિલ્હીઃ-દેશભરમાં જ્યા કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ ઉંમર ઘરાવતા લોકો અને અનેક બિમારીથી પિડીત લોકો માટો મોતનું જોખમ વધુ હોય છે ત્યારે દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણ વૃદ્ધો માટે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં મૃત્યુ પામેલા 46 લોકોમાં 60 વર્ષથી વધુ ઉંમરના 25 લોકો સમાવેશ થયો છે. દિલ્હી સરકાર દ્વારા સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના ડેથ ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

જો છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો  કોરોનાને કારણે 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 28 પુરૂષ અને 18 મહિલાઓ છે. જો કે આ બાબતે રિપોર્ટમાં ગંભીર બાબત એ છે કે છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોમાંથી 50 ટકા એટલે કે 23 લોકો સંક્રમિત થયાના 24 કલાકની અંદર મૃત્યુ પામ્યા છે. તેમાંથી 12 લોકોના સંક્રમણના દિવસે જ મોત થયા હતા.

આ સાથે જ 24 કલાકની અંદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન 11 લોકોના મોત થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે દાખલ થયાના એક દિવસ કે એક દિવસની અંદર મૃત્યુ પામેલા દર્દીઓમાં મુખ્ય કારણો હાર્ટ એટેક અને ફેફસાં અને હૃદય રોગથી સંબંઘિત દર્દીઓ હતા.

રિપોર્ટના આંકડા એ પણ સવાલ ઉભા કરી રહ્યા છે કે શું હોસ્પિટલો કોરોના સંક્રમણની સુપર સ્પ્રેડર બની રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાંચ દિવસમાં મૃત્યુ પામેલા 46 લોકોમાંથી 21 લોકો એવા હતા જેઓ અન્ય કોઈ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાં ચેપ લાગ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.

ઉલ્લેખની છે કે રાજધાની દિલ્હીમાં 1 થી 9 જાન્યુઆરી વચ્ચે સંક્રમિત મળી આવેલા લગભગ 78.7 ટકા લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે