1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના : ગુજરાતના 8 મહાનગરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત,તમામ પાબંધીઓ રહેશે જારી
કોરોના : ગુજરાતના 8 મહાનગરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત,તમામ પાબંધીઓ રહેશે જારી

કોરોના : ગુજરાતના 8 મહાનગરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત,તમામ પાબંધીઓ રહેશે જારી

0
Social Share
  • 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
  • 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત
  • રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ
  • કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી

અમદાવાદ:કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં સરકારો કોરોના વાયરસને લઈને ખૂબ જ સતર્ક જોવા મળી રહી છે. કોરોનાના ખતરાને જોતા, ગુજરાત સરકારે આઠ શહેરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રી કર્ફ્યું લંબાવાયો છે.

અધિકારીઓએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. 29 જુલાઇથી અમલમાં આવેલા પ્રતિબંધો 28 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

આદેશમાં, ગણેશ ઉત્સવને જાહેર સ્થળોએ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં મૂર્તિની ઉંચાઈ મહત્તમ નવ ફૂટ હોવી જોઈએ. ગણેશ ઉત્સવના મુદ્દે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ વાત કરી છે.

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે મૃતકોની સંખ્યામાં ફરી એક વખત ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,083 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 493 લોકોના મોત થયા છે.

જયારે  37,927 દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3,85,336 છે. બીજી બાજુ, જો આપણે દેશમાં મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,31,225 થઇ ગઈ છે અને અત્યાર સુધી તંદુરસ્ત દર્દીઓની કુલ સંખ્યા 3,13,76,015 થઇ ગઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code