Site icon Revoi.in

તેલંગણામાં હવે કોરોનાએ રફ્તાર પકડી – એક જ દિવસમાં 146 કેસ નોંધાયા , 2 દર્દીઓના થયા મોત

Social Share

કોરોનાવાયરસ ઇન્ડિયા અપડેટ્સ: ભારત સહિત વિશ્વના 190 થી વધુ દેશો કોરોનાવાયરસ ચેપથી પ્રભાવિત છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 26 કરોડ 97 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ વાયરસે 53 લાખથી વધુ લોકોના જીવ છીનવી લીધા છે. ભારતમાં દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્લો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સંક્રમિતોની કુલ સંખ્યા ત્રણ કરોડ 46 લાખને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3, કરો 46 લાખ 90 હજાર 510 થઈ ગઈ છે.

વિતેલા દિવસને  રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં કોરોનાના 7,774 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં 8 હજાર 464 દર્દીઓ સાજા થયા છે. આ દરમિયાન 306 કોરોના સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 41 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે

આ સાથે જ . કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4.75 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ કોરોના કેસની સંખ્યા 92 હજારથી વધુ છે. આ સાથે જ હવે તેલંગાણા રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

જેમાં રવિવારે કોરોના વાયરસના સંક્રમણ 146 નવા કેસ નોંધાયા બાદ, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 6 લાખ 78 હજાર 288 થઈ ગઈ છે જ્યારે રોગચાળાને કારણે વધુ બે દર્દીઓના મોત નીપજ્યા છે, જેનાથી મૃત્યુઆંક 4 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 3 હજાર 846 છે.