દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.500થી પણ વધુ કેસ
- છેલ્લા 24 કલાકમાં 3,500થી વધુ નવા કેસ નોંધાયા
- ફરી એક વખત કોરોનાનો વર્તાતો કહેર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ફરી એક વખત કોરોનાના કેસોએ ચિંતા વધારી છે દરરોજ નોંધાતા કેસનો આંકડો ઘીરે ઘીરે 3 હજારને પાર કરી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલામાં 3 હજાર 500થી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 3 હજાર 641 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ કેસ જોવા મળે છે. ખાસ વાત એ છે કે દૈનિક સકારાત્મકતા દર પણ વધીને 2.87 ટકા થઈ ગયો છે. આ સિવાય સાપ્તાહિક ચેપ દર પણ વધીને 2.24 થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે એક દિવસમાં ત્રણ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. શનિવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં 2 હજાર 994 નવા કેસ સામે આવ્યા છે. આ સાથએ જ એક જ દિવસમાં 28 ટકા કેસમાં વધારો થયો છે.
આ સાથે જ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 20,219 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડાઓ પરથી સોમવારે આ માહિતી મળી છે. 24 કલાક દરમિયાન સંક્રમણને કારણે વધુ 11 મૃત્યુ નોંધાયા છે.
જાન્યુઆરી 2022 માં ત્રીજી લહેર બાદ છેલ્લા સાત દિવસમાં સંક્રમણ સૌથી ઝડપી ગતિએ વધ્યું છે. ભારતમાં છેલ્લા સપ્તાહમાં 26 માર્ચ-1 એપ્રિલ 18,450 થી વધુ નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સાત દિવસમાં 8,781 ની સરખામણીમાં 2.1 ગણો વધારો છે.