- કર્ણાટકમાં કોરાનાનો રાફળો ફાટ્યો
- બેંગલુરુમાં 23 હજાર કોરના સંક્રમિતો
- સમગ્ર રાજ્યમાં 50 હજારથી વધુ કેસ નોઁધાયા
બેંગલુરુઃ- સમગ્ર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધોથી લઈને સખ્ત લોકડાઉન સુધીના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટક રાજ્યમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે.
કર્ણાટકમાં કોરોનાના નવા કેસો સરકાર માટે ચિંતાનું કારણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત રાજ્યમાં કોરોના 50 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા છે.જેમા માત્ર એકલા બેંગ્લોર શહેરમાં જ કોરોનાના 23 હજારથી વધુ કેસ જોવા મળ્યા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં શહેરમાં 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવિટીનો રેટ 30 ટકાથી ઉપર વધ્યો છે.
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 346 દર્દીઓનાં મોત બાદ રાજ્યમાં આ જીવલેણ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 16 હજાર 884 થઈ ગઈ છે. વિતેલા વર્ષ દરમિયાન આ કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી કર્ણાટકમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ સંક્રમિતો અને મૃત્યુ નોંધાયા છે.
આ સાથે જ માત્ર બેંગ્લોર શહેરમાં જ કોરોનાના 23 હજાર 106 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ વાયરસને કારણે 161 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે હાલ 4 લાખ 87 રહજાર 288 દર્દીઓ કર્ણાટકમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે અત્યાર સુધીમાં 12 લાખ 36 હજાર 854 દર્દીઓ સાજા થયા છે. બુધવારે રાજ્યમાં 26 હજાર 841 લોકો સ્વસ્થ થયા છે.