મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી
- મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 હજાર 773 કેસ નવા નોંધાયા
- કોરોનાના કેસોનો રિકવરી રેટ પણ વધ્યો
મુંબઈઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેરશ બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને રવિવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 30 હજાર 773 નવા કેસ નોંધાયા છે, જે શનિવારની સરખામણઈમાં ઓછા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાક દરમિયાન 309 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે.આ સાથે જ કુલ મૃત્યુઆંત 4 લાખ 44 હજાર 838 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના નવા કેસોમાં ઘટાડો થતાં, સક્રિય દર્દીઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
કોરોના સામેની લડાઈમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણને ઝડપી બનાવવાના પ્રયાસો ચાલુ છે. મોટા પાયે રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં રસીના કુલ 80.43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સંચાલિત 85 લાખ 42 હજાર 732 ડોઝનો સમાવેશ થાય છે.
જો કોરોનાના કેસ વધવાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3 હજાર 413 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 49 વધુ દર્દીઓના મોત થયા છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 65 લાખ 21 હજાર 915 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1 લાખ 38 હજાર 518 પહ પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, 8 હજાર 326 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે તેની સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સાજા થયેલા લોકોની સંખ્યા 63 લાખ 36 36 હજાર 887 થઈ ગઈ છે. હવે રાજ્યમાં 42 હજાર 955 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દર્દીઓનો રિકવરી રેટ 97.16 ટકા અને મૃત્યુ દર 2.12 ટકા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં કોવિડ -19 ના 423 નવા કેસ નોંધાયા છે અને વધુ પાંચ દર્દીઓના મોત થયા છે, જેનાથી સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર અને મૃત્યુઆંક 16 હજારને પાર પહોંચી ગયો છે.