મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ 7 જીલ્લાઓમાં વધી રહેલા કેસો એ સરકારની ચિંતામાં વધારો કર્યો
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો
- 7 જીલ્લાઓમાં વધતા કેસોએ ચિંતા વધારી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની થોડી રાહત બાદ ફરી એકવાર કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ હવે ઘટવાને બદલે વધતા જઈ રહ્યા છે. ઉદ્ધવ સરકાર નિયમિત બેઠકો યોજીને આગામી ત્રીજી લહેરને રોકવાનો સતત પ્રયાસ કરી રહી છે. રવિવારે, સરકારે એક બેઠકનું ખાસ આયોજન કર્યું હતું .
આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના 7 જિલ્લામાં વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે જ્યાં કોરોનાના મહત્તમ કેસ જોવા મળી રહ્યા છે. આ રાજ્યોમાં પૂણે, મુંબઈ, સાંગલી વગેરેનો સમાવેશ થાય છે.જો થોડા દિવસોમાં રાજ્યમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાશે તો આ કોરોનાનો કહેર હજી વધી શકે છે આ બાબતને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.
રવિવારે મહારાષ્ટ્ર સરકારની બેઠકમાં પૂણે સહિત રાજ્યના સાત પશ્ચિમી જિલ્લાઓને “ચિંતાનો વિસ્તાર” જોહેર કરવામાં આવ્યો છે. સરકારને ડર છે કે કેસોમાં ઝડપથી તેજી ત્રીજી તરંગનું કારણ બની શકે છે. છેલ્લા 10 દિવસમાં કેસોની સંખ્યામાં કોઈ ઘટાડો થયેલો જોવા મળ્યો નથી ઉપરથી કેસો વધતા જોવા મળે છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ મુંબઈમાં યોજાયેલી એક પરિષદમાં આ માહિતી આપી છે.
કોરોનાના સત્તાવાર ડેટા દર્શાવે છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી તમામ જિલ્લાઓમાં સાપ્તાહિક સકારાત્મકતા દર 5 ટકાથી નીચે રહ્યો હોવા છતાં, પુણે અને અહમદનગર જેવા કેટલાક જિલ્લાઓએ આ અઠવાડિયે અનુક્રમે 6.58 ટકા અને 5.8 ટકાનો આંકડો જોવા મળ્યો છે. મુંબઈ ફરી ટોચના 5 જિલ્લાઓમાં છે કે જ્યાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ 52 હજાર 25 સક્રિય કેસમાંથી 90.62 ટકા કેસ માત્ર 10 જિલ્લામાંથી નોંધાયા છે, જેમાંથી 37 હજાર 897 એટલે કે 72.84 ટકા કેસ માત્ર 5 જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્ય સરકારે પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગીરી અને સિંધુદુર્ગને ‘ચિંતાના જિલ્લા’ ગણાવ્યા છે.ત્યારે હવે જદો આવનારા તહેવારને લઈને સરકાર કડક વલણ નહી અપનાવે તો લોકોની ભીડના કારણે કોરોનાના કેસો વધવાની શક્યતાઓ છે.