મુંબઈમાં કોરોનાનો ભરડોઃ માનખુર્દમાં એક બાળગૃહના 18 બાળકો થયા સંક્રમિત
મુંબઈઃ સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના વાયરનાસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની શકયતા છે. દરમિયાન મુંબઈના પૂર્વ પરા વિસ્તારના માનખુર્દમાં એક બાળગૃહના 18 જેટલા બાળકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતા તંત્ર દોડતું થઈ ગયું છે. નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 15 બાળકો કોરોના સંક્રમિત મળ્યા હતા જેમને ચેમ્બુરના એક આઈસોલેશન નગર નિગમના અધિકારીના જણાવ્યાં મુજબ, એક બાળક કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ તેને શતાબ્દી હોસ્પિટલ લઈ જવાયો હતો.
બીજા દિવસે બીજા બે બાળકો કોરોના સંક્રમિત થયા જ્યારે અન્ય બાળકોના એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટમાં 15 બાળકો સંક્રમિત મળી આવ્યા હતા. હવે સંક્રમિત બાળકોની સંખ્યા કુલ મળીને 18 પર પહોંચી છે. જેમાંથી એક બાળકને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અધિકારીએ જણાવ્યું કે દર મહિને આ પ્રકારે તપાસ થઈ રહી છે.
મુંબઈ નગર નિગમે કહ્યું હતું કે એક પ્રાઈવેટ અનાથાલય અને બોર્ડિંગ સ્કૂલના 26 બાળકો સંક્રમિત મળી આવ્યા હતા જેમાંથી કેટલાક તો 12 વર્ષથી પણ ઓછી વયના છે. એક અધિકારીએ કહ્યું કે આ ઉપરાંત થાણે જિલ્લાના ઉલ્લાસનગરમાં સામાન્ય રીતે રિમાન્ડ હોમ કહેવાતા સરકાર દ્વારા સંચાલિત કિશોર સુધાર ગૃહમાં 14બાળકો કોરોના સંક્રમિત મળ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન બાળગૃહો અને રિમાન્ડ હોમના બાળકો કોરોના સંક્રમિત થયાનું સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ વધારે બાળકો સંક્રમિત ના થાય તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે.