Site icon Revoi.in

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.85 લાખ કેસ, 600થી વધુના મોત

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે થોડા દિવસ પહેલા કોરોનાના કેસોએ 3 લાખના આકંડાને પાર કર્યો હતો તો છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના અઢી લાખથી પણ વધુ કેસ સામે આવ્યા છે, તો 600થી વધુ કોરોનાના દર્દીઓના મોત પણ થયા છે.

દેશમાં કોરોનાનાન કેસોમાં 11.7 ટકાનો ઉછાળો આવ્યો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 85 હજાર 914 દર્દીઓ નોંધાયા છે. જે વિતેલા દિવસની સરખામણી કરતા 30 હજાર વધુ છે. કારણ કે મંગળવારે 2.55 લાખ સંક્રમિત સામે આવ્યા હતા. આ દરમિયાન 665 લોકોના મોત થયા હતા.

જો સક્રિય કેસોની  વાત કરવામાં આવે તો તેની સંખ્યા વધીને 22 લાખ 23 હજાર 18 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2 લાથ,99 હજાર 73 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાથે જ દેશમાં હાલમાં રિકવરી રેટ 93.23 ટકા જોવા મળે છે. દૈનિક સંક્રમણ દર 16.16 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 17.33 ટકા જોવા મળે છે.