Site icon Revoi.in

દેશમાં કોરોનાનો કહેર- અઢી મહિના બાદ ફરી સક્રિય કેસો 2 લાખને પાર

Social Share

 

દિલ્હીઃ- વિશ્વ આખું ફરી એક વખત કોરોનાની જંગી લડત લડી રહ્યું છે, ત્યારે દેશમાં પણ કોરોનાના કેસોનો રાફળો ફાટી રહ્યો છે,દિલસને દિવસે ઓમિક્રોનના કહેરની વચ્ચે દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ જ રહ્યો છે,જેને લઈને અનેક રાજ્યોએ નાઈટ કર્ફ્યૂ ,શૈક્ષણિક કાર્યો બંધ જેવી અનેક પાબંધિઓ લાગૂ કરી છે.

દેશમાં કોરોનાની ગતિ એટલી ઝડપથી વધી રહી છે કે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 81 દિવસ પછી વધીને 2 લાખ 14 હજાર 4 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યાપ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં મળી આવેલા કુલ કેસમાંથી માત્ર 0.61 ટકા સક્રિય કેસ જોવા મળે છે.

જેમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 42 હજાર174 દર્દીઓનો વધારો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસની ઝડપી ગતિને કારણે દૈનિક સકારાત્મકતા દર વધીને હવે 4.18 ટકા થઈ ગયો છે.

આ સાથે જ સાપ્તાહિક સંક્રમણ દર વધીને 2.60 ટકા થઈ ગયો છે. મહારાષ્ટ્ર એસોસિયેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ અને જેજે હોસ્પિટલના ડૉ. ગણેશ સોલંકેએ જણાવ્યું કે મુંબઈની વિવિધ હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 230 રેસિડેન્ટ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય દિલ્હી માં પણ ્નેક ડોક્ટરો સંક્રમિત થવાની ઘટના બની છે, આ સમગ્ર સ્થિતિ કોરોનાની બીજી લહેરમાં જે હતી તે પાછી ફરી છે જેને જોતા કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે.