Site icon Revoi.in

દેશમાં કોરોનાનો કહેર – 24 કલાક દરમિયાન 17,000 આસપાસ નવા કેસ નોંધાયા, 47 લોકોના  થયા મોત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં સતત કોરોનાનો ગ્રાફ વધતો જ જઈ રહ્યો છે, સક્રિય કેસો પણ હવે 1.30 લાખને પાર પહોંચી ગયા છે ત્યારે દૈનિક નોંધાતા કેસોના આંકડો સરેરાશ 15 હજારને પાર આવી રહ્યો છે જેને લઈને ગઈકાલે WHO એ પણ  કોરોનાની ચેતવણી આપી હતી અને સતર્ક રહેવા જણાવ્યું હતું,

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં કોરોનાના 16 હજાર 906 નવા કેસ સામે આવ્યા છે,આ સમયગાળા દરમિયાન કોરોનામાં 45 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

આ સાથે જ સક્રિય કેસોની વાત કરીએ તો હાલમાં દેશમાં 1 લાખ 32 હજાર 457 કેસ જોવા મળી રહ્યા છે. વિતેલા દિવસની સરખામણીમાં કોરોનાના કેસ લગભગ 1 હજાર 400થી વધુ નોંધાયા છે.

જો સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો દેશમાં કોવિડથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં કુલ 4,30,11,874 દર્દીઓ સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે કોરોનાના કેસ કુલ કેસના 0.30 ટકા જોવા મળે છે. દેશમાં હાલ રિકવરી રેટ 98.49 ટકા છે. 

દેશભરમાં કોરોના વાયરસ સામે મોટાપાયે રસીકરણ હાલ પમ થી રહ્યું છે જે પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 199.12 કરોડ રસીના ડોઝ આરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 3.68 ટકા છે અને જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 4.26 ટકા  જોવા મળે છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં  400 કોરોનાના નવા કેસો આવતા સરકારની ચિંતા વધી છે.હાલ દિલ્હીમાં 1 હજાર 690 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે.,દિલ્હીમાં કોરોનાનો સંક્રમમ દર 2.93 ટકા જોઈ શકાય છે.