- દેશમાં કોરોના વાયરસની ગતિ બની બેકાબૂ
- 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા
- મહારાષ્ટ્રમાં 57 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હી : દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે. અને નવી લહેર સૌથી મોટો પડકાર બનીને સામે આવી છે. દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
આ આંકડો રાજ્યો દ્વારા જારી કરાયેલા આંકડા મુજબનો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા આવવાના હજી બાકી છે, દેશમાં આ પહેલા 16 સપ્ટેમ્બર 2020 ના રોજ સૌથી વધુ કેસ નોંધાયા હતા, ત્યારે એક જ દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં કોરોના કેસ રેકોર્ડ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 57 હજારથી વધુ કેસ નોંધાયા છે. અને 222 લોકોનાં મોત નિપજ્યા છે. નાગપુરમાં 24 કલાકમાં 4 હજારથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા છે.જયારે 62 લોકોનાં મોત નીપજ્યાં છે. તો, પૂણેમાં 6,225 નવા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જયારે 52 લોકોનાં મોત નિપજ્યા છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 4 ડિસેમ્બર પછી પહેલીવાર દિલ્હીમાં ચાર હજારથી વધુ કેસ સામે આવ્યા છે.સતત વધતા કેસો બાદ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 14 હજારની નજીક પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 57 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. તેમાં એકલા મુંબઇમાં 11 હજારથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ સરકાર તરફથી મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હવે વીકેંડ મહારાષ્ટ્રમાં સંપૂર્ણ પ્રતિબંધ હશે, જ્યારે બાકીના દિવસોમાં રાત્રી કર્ફ્યુંની સાથે દિવસમાં કલમ 144 રહેશે.
દેવાંશી