વિશ્વમાં ફરી કોરોનાનો કહેર- ચીન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાના દર્દીઓથી હોસ્પિટલ ભરાવા લાગી
- વિશ્વમાં કોરોનાનો કહેર
- ફ્રાંસમાં ફરી કોરોના વકર્યો
- હોસ્પિટલ દર્દીઓથી ભરાવા લાગી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર જાણે ફરી વર્તાઈ રહ્યો છે ત્યારે ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકડાઉન લાગૂ કરવાની ફરજ પડી છે. શાંઘાઈ શહેરમાં લોકડાઉન લગાવાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોનનું BA-2 વેરિઅન્ટ ચીન અને યુરોપના કેટલાક ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેમાં ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુકેનો સમાવેશ થાય છે. જ્યારે હોંગકોંગમાં હવે સ્થિતિ સુધરી રહી છે. ચીનનું શાંઘાઈ હાલમાં આ વેરિઅન્ટનું હોટસ્પોટ છે.
ચીનમાં કોરોનાનો કહેર
મીડિયા એહેવાલ પ્રમાણે વિતેલા દિવસને સોમવારે તીનના શાંઘાઈમાં 4 હજાર 400 થી વધુ કેસ મળી આવ્યા હતા. અહીં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. શાંઘાઈ સરકારે કેટલાક ઉત્પાદકોને બંધ લૂપ સિસ્ટમમાં કામ કરવાની મંજૂરી આપી છે.
ફ્રાંસમાં પણ કોરોનાના દર્દીઓ વધ્યા
ફ્રાન્સના સ્વાસ્થ્ય વિભાગે સોમવારે આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 1 લી ફેબ્રુઆરી પછી, રવિવારે સૌથી વધુ લોકોને ફ્રાન્સની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ઈટાલીની વાત કરીએ તો અહીં બે દિવસમાં 90 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. સોમવારે અહીં ઓમિક્રોનના 30 હજારથી વધુ નવા કેસ જોવા મળ્યા હતા. આ પહેલા રવિવારે લગભગ 60 હજાર લોકો સંક્રમિત થયા હતા.આમ વિશઅવના ઘણા દેશઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
ઉલ્જ્યાલેખનીય છે કે વિશ્વભરમાં કોરોનાની ચોથી લહેરનો ભય સતાવી રહ્યો છે. ભારતમાં કોવિડનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે.