- અમેરીકામાં કોરોનાનો કહેર વકર્યો
- માત્ર એક દિવસમાં જ 1 લાખ જેટલા કેસ નોંધાયા
- અમેરીકામાં ઈલેક્શન સાથે કોરોનાનો કહેર
વોશિંગટન – અમેરીકામાં 24 કલાકમાં 1 લાખ કોરોનાના કેસ નોંધાયા છે, એક બાજુ અમેરીકામાં ઈલેક્શન ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોના વકરી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પ હાલ પ્રમુખપદે છે તો બીજી તરફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં વ્યસ્ત છે ,વિતેલા દિવસે આ સમગ્ર બાબત વચ્ચે કોરોનાનું સ્ક્રમણ વધેલું જોવા મળ્યું છે.
અમેરીકામાં જો અઠવાડીયાની વાત કરીએ તો રોજ અહીં કોરોનાના કેસ લાખ સુધી નોંધાઈ રહ્યા છે,બીજી બાજુ પ્રમુખ પદની ચૂંટણીનો હોબાળો મચી રહ્યા છે, જ્યારે જૂન મહિનામાં કોરોનાના રોજના 40 હજાર જેટલા નવા કેસ નોંધાતા હતા ત્યારે અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શ્યસ ડિસિઝ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ,કોરોના મહામારીને પર જો લગામ લગાવવાના પગલા ન ભરવામાં આવે તો આ 40 હદારનો જે આકંડો છે તે આવનારા મહિનાઓમાં લાખમાં પરિણામશે, અને હાલ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે.
કોરોનાના કારણે અહી 1 લાખ 75 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ બાબતે અમેરિકન મીડિયાના રિપોર્ટની જો વાત કરીએ તો, દેશની 1700 થી વધુ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સવા બે લાખથી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. આ તમામા શૈક્ષણિક સંસ્થાઓના 50 જેટલા પરિસરો એવા હતા કે જ્યા સરેરાશ એક એક હજાર નવા કેસ સામે આવ્યા હતા.જેમાં કુ 400 કૉલેજો એવી હતી જ્યાં સરેરાશ રોજના 100 કેસો નોંધાતા હતા હાલ અહી 53 હજારથી પણ વધુ દર્દીઓ સારવાર હેછળ જોવા મળી રહ્યા છે..
જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીની જો વાત માનવામાં આવે તો વિતેલા શુક્રવાર બપોર સુધીમાં અમેરિકામાં કોરોનાના 96 લાખ 78 હજાર કેસ નોંધાયા હતા અને 2 લાખ 35 હજારથી વધુ લોકોના મૃત્યુ નોઁધાયા હતા.
સાહીન-