Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર- સતત બીજે દિવસે પણ 800થી વધુ કેસ નોંધાયા

Social Share

 

કોલકાતાઃ-વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોનાની મહામારીની અસર હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે,જેમાંનું એક છે પશ્વિબંગાળ, વિતેલા દિવસને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 860 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 16 લાખને પાર થઈ ગઈ છે. જ્યાં 860 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે, તો બીજી તરફ 14 લોકોના મોત પણ નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 19 હજાર 294 થઈ ગયો છે. બીજી તરફ આસામ સરકારે મહિલા કર્મચારીઓને આપવામાં આવેલી રાહત પાછી ખેંચી લીધી છે.

મળી માહિતી અનુસાર, શુક્રવારે કોલકાતામાં સૌથી વધુ 233 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ઉત્તર 24 પરગણા જિલ્લામાં 148 કેસ નોંધાયા હતા. રાજ્યના 23 જિલ્લાઓમાંથી માત્ર આ બે જિલ્લાઓમાં જ ત્રણ આંકડાની સંખ્યા નોંધાય છે.

ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાંચ નવા મૃત્યુ નોંધાયા છે, જ્યારે કોલકાતામાં ચાર અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં વધુ બે મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં 8 હજાર  સક્રિય કેસ જોવા મળે  છે, જ્યારે કુલ 15 લાખ 75 હજાર 152 લોકો અત્યાર સુધીમાં આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને છેલ્લા 24 કલાકમાં 819 દર્દીઓ સાજા થયા છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં લેવામાં આવેલા 41 હજાર 113 નમૂનાઓ સહિત કોરોના માટે કુલ 1.96 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ આસામ સરકારે શુક્રવારે કોવિડ-19ની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને મહિલા કર્મચારીઓને ઓફિસ જવાથી આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લીધી છે. આ છૂટ એવી મહિલાઓને આપવામાં આવી હતી જેઓ ગર્ભવતી હોય અથવા ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય. સરકારે રાહત પાછી ખેંચવા અંગેનો આદેશ જારી કર્યો છે.