- દિલ્હીમાં કોરોનાની પીક આવી ચૂકી છે
- હવે ઘીરે ઘીરે કેસ ઓછા થશે- સ્નાસ્થ્ય મંત્રી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે,હવે દિલ્હીમાં કોરોના ચરમસીમાએ પહોંચ્યા બાદ કેસમાં થોડે અંશે ઘટાડો થવા લાગ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજરોજ શનિવારે કહ્યું કે ગઈ કાલે દિલ્હીમાં કોરોનાના કેસ એક દિવસની સરખામણીમાં સાડા ચાર હજાર ઓછા નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાના કેસ પીક પર પર છે, પરંતુ ગઈકાલથી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોનાના લેઈને સ્વાસ્થ્યમંત્રી જૈને કહ્યું કે આજે દિલ્હીમાં કોરોનાના કેસમાં 4હજારનો ઘટાડો થવાની શક્યતાઓ છે. પોઝિટિવિવ દર લગભગ 30 ટકા હશે. છેલ્લા 5થી 6 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ સ્થિર જોવા મળે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એ વાતનો સંકેત છે કે આવનારા દિવસોમાં કેસ મોટા પ્રમાણમાં યઘટતા જોવા મળશે. આ સાથએ જ હાલ પણ હોસ્પિટલમાં 85 ટકા બેડ ખાલી છે. તેમણે કહ્યું કે કેસની ટોચની સપાટીએ આવ્યા છે, ત્યાર બાદ હવે કેસોની ગતિ ધીમી થતી જણાય છે.
સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાના વર્તમાની વર્માન લહેરમાં જીવ ગુમાવનારા 75 ટકા દર્દીઓ એવા હતા જેમણે રસી નથી લીધી. મંત્રીએ એ પણ માહિતી આપી કે આરોગ્ય વિભાગના ડેટાપ્રમાણે , 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે સંક્રમણને કારણે મૃત્યુ પામેલા 97 લોકોમાંથી 70 લોકોને રસી આપવામાં આવી ન હતી, જ્યારે 19 લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. આ સાથે જઆઠને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને શુક્રવારે દિલ્હીમાં કોવિડ-19ના 24 હજાર 383 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 34 વધુ દર્દીઓના મોત થયા હતા, જ્યારે સંક્રમણ દર વધીને 30.64 ટકા થયો હતો. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, જો કે નવા કેસોની સંખ્યા ગુરુવાર કરતાં ઓછી છે, પરંતુ સંક્રણનું પ્રમાણ વધ્યું છે.