Site icon Revoi.in

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં કોરોના પોઝિટિવઃ- ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

દિલ્હી- દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી જોવા મળી રહી છે, જો કે હાલ કોરોનાની ત્રીજી લહેર નબળી તો પડી છે છત્તાં કોરોના હજી સંપૂર્ણ ગયો નથી, હાલ પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છએ આવી સ્થિતિમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ હાલ કોરોના જોવા મળે છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ફરી કોરોના ગ્રસ્ત થયા છે.તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને થોડા દિવસોથી ગળામાં દુખાવાની ફરીયાદ હતી, પણ  હાલ હું ઠીક અનુભવું છું.

ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું હતું કે અમે સારુ કર્યું કે મેં અને મિશેલ  કોરોનાની વેક્સિન લીધી હતી. મિશેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ટ્વીટમાં તેમણે લોકોને રસી સેવાની પણ અપીલ કરી હતી. તેણે લખ્યું કે જો તમે પહેલાથી રસી નથી લીધી તો આ એક રિમાઈન્ડર ઠે,ભલે કેસ ઓછા હોય. ઉલ્લેખનીય છે કે આમ કહીને તેમનો કહેવાનો  મતલબ એ છે કે કોરોના હજી સંપૂણ ગયો નથી.