Site icon Revoi.in

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીઃ સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રીત

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે.  અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ સમીક્ષા કરી હતી.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી  હોસ્પિટલોમાં પુરતા બેડ, વેન્ટિલેટર બેડ, ઓક્સિજન,  રેમડેસિવીર ઈન્જેક્શન વિતરણ અને વ્યાપક રસીકરણ જેવા પગલાઓના પરિણામે  કોરોના પર મહદાઅંશે નિયંત્રણ મેળવી શકાયુ છે. સાથે સાથે ‘મારૂ ગામ, કોરોના મૂક્ત ગામ’ જેવા સામાજિક અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે, ત્યારે આ અભિયાન અતર્ગત રાજ્યમાં સમગ્રતયા ગ્રામ્ય કક્ષાએ ઉભુ થયેલું ‘હેલ્થ ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર’ સંભવિત ત્રીજી લહેરની ઘાતક અસરોને ખાળી શકશે. સાથે સાથે આરોગ્ય માળખાની કાર્યક્ષમતા- વ્રુધ્ધિ –કેપેસિટી બિલ્ડિંગ પર ભાર અપાશે. જો ત્રીજી લહેરની પરિસ્થિતી ઉભી થાય તો હોસ્પિટલોમાં પુરતા બેડ, ઓક્સિજનની ઉપલબ્ધિ માટે ઓક્સિજન  સીલિન્ડર કોન્સન્ટ્રેટર્સર્નો પુરતો જથ્થો  સુનિશ્ચિત કરી દેવાયો છે. સાથે સાથે વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા પણ આયોજન કરી દેવાયું છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે,  અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ અગાઉના અનુભવોના આધારે વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં વયોવૃધ્ધો અને નાના બાળકો-યુવાનોને સંભવિત અસરોથી બચાવવા એ વય જૂથના  સર્વે- સ્ક્રિનીંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  અમાદાવાદ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ વ્યાપક અને પરિણામલક્ષી બનાવાઈ છે.  અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સને કોરોનાની રસીના બન્ને ડોઝ આપી દેવાયા છે.  જ્યારે 100 ટકા ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ ડોઝ  અને 82 ટકા  ને બીજો ડોઝ આપી દેવાયો છે. 45 થી વધુ વય જૂથના 82 ટકા ને પ્રથમ ડોઝ અપાયો છે અને  18 થી વય જૂથના લોકોને રસી આપવાનુ હાલ ચાલુ  છે.