Site icon Revoi.in

અમેરિકામાં કોરોનાનો કહેર-  એક જ દિવસમાં 11 લાખ કેસ નોંધાયા, હોસ્પિટલોમાં દાખલ થનારાની સંખ્યા વધી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વની મહાસત્તા દણાતું અમેરિકા પણ હવે તેમાંથી બાકાત નથી, અમેરિકામાં પણ દૈનિક કેસોમાં વૃદ્ધી જોવા મળી રહી છે આ સાથે જ સારવાર માટે હોસ્પિટલમાં જનારા દર્દીઓમાં પણ વધારો થયો છે.આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પણ કહેર જોવા મળી રહ્યો છે.

વિતેલા દિવસને સોમવારે કોરોનાના 11 લાખ દર્દીઓ અમેરિકામાં મળી આવ્યા હતા.આ  અગાઉ 3જી જાન્યુઆરીએ અમેરિકામાં 10 લાખ 3 હજારથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. દર્દીઓની વધતી સંખ્યાથી જોઈ શકાય છે  કે ઝડપથી ફેલાતો ઓમિક્રોન એમિરાકાના લોકોમાં ભય ફેલાવી રહ્યો છે આ  એક ચિંતાજનક પ્રકાર માનવામાં આવે છે, તેણે યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા સર્વકાલીન ઉચ્ચ સ્તરે લાવી છે. આ આંકડો છેલ્લા ત્રણ સપ્તાહમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે જે ગયા વર્ષે જાન્યુઆરીની સરખામણીમાં પણ વધુ જોવા મળે છે

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે રવિવારે, યુએસમાં કુલ કોરોનાના કેસ 6 કરોડ સુધી પહોંચી ગયા હતા. જાન્યુઆરી 2020 થી અત્યાર સુધીમાં દેશમાં 8 લાખ 37 હજાર 594 લોકોના મોત થયા હોવાની માહિતી છે.

ખૂબજ જોથખમી સાબિતી થયેલા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, કોવિડ દર્દીઓની  હોસ્પિટલમાં દાખલ થવાની સ્ખાયા વધતી જઈ રહી છે.થી યુએસની ઘણી હોસ્પિટલોએ અન્ય દર્દીઓ માટે સર્જરી બંધ કરી દીધી છે. આંકડાઓ અનુસાર, અમેરિકામાં પ્રતિ 10 લાખ લોકો પર દરરોજ 2 હજાર 130 થી વધુ દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે.