Site icon Revoi.in

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યોઃ એક જ દિવસમાં નોંધાયા 31 હજારથી પણ વધુ કેસ, 200થી વધુ લોકોના મૃત્યું

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે કેરળ એવું રાજ્ય છે કે જ્યા કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે,કેરળમાં કોરોના વાયરસ હવે એક પડકાર બની ગયો છે. રાજ્યમાં કોરોનાના 31 હજાર 455 નવા કેસ નોંધાયા છે.

વિતેલા દિવસને બુધવારે કુલ 215 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. કેરળમાં, આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે રાજ્યમાં સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. માત્ર બુધવારે જ અહીં 31 હજાર 455 નવા કેસ નોંધાયા બાદ સરકાર તથા દેશના લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં, રાજ્યમાં કોરોના વાયરસનો સંક્રમણનો દર વધીને 12 ટકાથી વધુ થઈ ગયો છે.

હવે રાજ્યમાં કોરોનાએ જોર પકડ્યું છે,ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે વિભાગ સાથે તાકીદની બેઠક યોજીને કોવિડ -19 દર્દીઓની વધતી સંખ્યાની સમીક્ષા કરવા અને શક્ય તેટલા લોકોને રસીકરણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કેરળ સરકારે સપ્ટેમ્બરના અંત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસીની ઓછામાં ઓછી એક માત્રા આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આ સંદર્ભે, આરોગ્ય મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે રસીકરણમાં વિલંબ ન થાય તે માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે સિરીંજની અછતની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે. જ્યોર્જે કહ્યું છે કે કેન્દ્રએ રાજ્યને 1.11 કરોડ રસી આપવાનું વચન આપ્યું છે અને ટૂંક સમયમાં વધુ ડોઝ ઉપલબ્ધ થશે.