Site icon Revoi.in

બોલિવૂડ જગતમાં કોરોનાનો રાફળો ફાટ્યો – અક્ષય કુમાર બાદ ‘રામ સેતુ’ ટીમના 45 જૂનિયર આર્ટિસ્ટ એક સાથે કોરોનાગ્રસ્ત

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો જાણે રાફળો ફાટ્યો છે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર બાદ હવે ફિલ્મ ‘રામ સેતુ’ ની ટીમને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

આ ફિલ્મમાં કામ કરતા  45 જુનિયર કલાકારોને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે, કોરોનાનો રિપોર્ટ આવતાની સાથે જ તમામ કોરોનાગ્રસ્ત થયેલા લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા,આ મામલે માહિતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના જનરલ સેક્રેટરી અશોક દુબે દ્રારા આપવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે  ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝના જનરલ સેક્રેટરી અશોક દૂબે એ કહ્યું કે, રામસેતુ ફિલ્મનું શૂટિંગ અનેક સુરક્ષાની સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને કરવામાં આવ્યું હતું, તે ખૂબ જ દુખની વાત છે કે,આ આટલું કરવા છત્તાં 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના સંક્રમિત થયા છે, જો કે હાલ તેઓ તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે  થોડા દિવસો પહેલા આ ફિલ્મના તમામ કલાકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો હતી. જે લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા,અને રામ સેતુ નિર્માતાઓ દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું.

ઉપરાંત, જો કોઈને સેટ પર સારું ન લાગે, તો તે તરત જ અલગ થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ સંખ્યામાં પીપીઈ કીટ પણ રામ સેતુના સેટ પર આપવામાં આવતી હતી.

વિતેલા દિવસના રોજ ફિલ્મના હિરો અક્ષય. કુમારે કોરોના પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા થકી આપી હતી, અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવાની અપીલ પણ કરી હતી આ સાથે જ સાવચેતી દાખવવાની વિનંતી કરી હતી અને પોતે આઈસોટેચ થવાની માહિતી શેર કરી હતી.

સાહિન-