Site icon Revoi.in

વારાણસીમાં વધ્યો કોરોના, પીએમ મોદી અધિકારીઓ સાથે કરશે સમીક્ષા

Social Share

વારાણસી: હાલમાં જે રીતે દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે વડાપ્રધાન મોદી આજે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જેમાં વારાણસીમાં વધી રહેલા કેસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કુંભના મેળામાં પણ કેટલાક સાધુ સંતો કોરોના પોઝિટિવ મળ્યા છે. જેણે સ્થાનિક તંત્ર માટે મુશ્કેલી ઉભી કરી છે.

પીએમ ઓફિસ દ્વારા તે પણ જાહેર કરવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ઉત્તરપ્રદેશના વારાણસીમાં COVID19 પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક કરશે. આ બેઠકમાં શીર્ષ અધિકારી સ્થાનીય પ્રશાસન અને વારાણસીમાં સીઓવીઆઈડી સામે લડતા ડોકટરો પણ સામેલ થશે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયસના કેસ લાખોમાં આવી રહ્યા છે. સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરવામાં આવી છે. હાલ દેશમાં કોરોનાવાયરસ વેક્સિનેશનની પ્રકિયામાં રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવે છે. તેના કારણે દેશમાં 12 કરોડ 26 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.

દેવાંશી