- દિલ્હીમાં નથી અટકી રહ્યો કોરોનાનો કહેર
- 9 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ
- પોઝિટિવ રેટ પણ વધ્યો
દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે આ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.જો દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં કોવિડ-19ના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.શનિવારે રાત્રે જારી કરાયેલા આંકડા અનુસાર, શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,109 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર વધીને 11.23 ટકા થઈ ગયો હતો.
આ ઉપરાંત મહામારીને કારણે વધુ નવ દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે,દિલ્હીમાં અત્યાર સુધીમાં સંક્રમણના 19,92,881 કેસ નોંધાયા છે અને કોવિડને કારણે 26,420 દર્દીઓના મોત થયા છે.શુક્રવારે, દિલ્હીમાં 1,417 કેસ નોંધાયા હતા, સંક્રમણ દર 7.53 ટકા નોંધાયો હતો અને ત્રણ દર્દીઓના મોત થયા હતા.
અગાઉ, ગુરુવારે દેશની રાજધાનીમાં કોરોનાના 1964 નવા કેસ નોંધાયા હતા, જ્યારે તેના સંક્રમણને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.આરોગ્ય વિભાગના ડેટા અનુસાર દિલ્હીમાં ગઈકાલની સરખામણીમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે.બુધવારે દિલ્હીમાં કોરોનાના 1,652 નવા કેસ નોંધાયા હતા જ્યારે સકારાત્મકતા દર 9.92 ટકા હતો. મંગળવારે, દિલ્હીમાં કોરોનાના 917 કેસ નોંધાયા હતા, જ્યારે સકારાત્મકતા દર 19.20 ટકા હતો જ્યારે ત્રણ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા હતા.