Site icon Revoi.in

કોરોનાના કારણે ફ્રાંસમાં ફરીથી દેશવ્યાપી કર્ફ્યુ લાગૂ –  અમેરિકામાં અત્યાર સુધી કરોડો લોકો કોરોના સંક્રમિત

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જો કે અત્યાર સુધી વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સાત કરોડનો આંકડો પાર કરી ચૂકી છે,ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 26 હતારથી પણ વધુ દર્દીઓ મળી આવતા દેશવ્યાપી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે, બીજી તરફ કોરોના વધુ પ્રભાવથી અમેરિકા બીજા સ્થાને છે,અમેરિકામાં ભારતથી બે ગણા દર્દીઓ કોરોનાના જોવા મળે છે.

ફ્રાંસમાં કોરોનાના મળી આવેલા દર્દીઓની સંખ્યા છથેલ્લા 2 મહિનાની સરખામણી માં સોથી વધુ જોવા મળી છે, આ પહેલા 28 નવેમ્બરના રોજ દેશમાં 28 હજારથી પણ વધુ કોરોનાના નવા કેસો મળી આવ્યા હતા, બુધવારના રોજ અહીં કોરોનાના કારણે 310 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા

સરકારના પ્રવક્તા ગેબ્રિયલ અટલએ જણાવ્યું હતું કે પ્રખમપ્રયોગ તરીકે કર્ફ્યુ લાદ્યા બાદ સારા પરિણામો આવ્યા પછી હવે તેને આ પછીના આદેશો સુધી લાગુ કરવામાં આવશે.

આ સાથે જ ફ્રાસં આવનારા ગેર યૂરોપીય યાત્રીઓ માટે 72 કલાકની અંદર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી કરાયો છે, ત્યાર બાદ અહીં પહોંચતાની સાથે 7 દિવસનો ક્વોરોન્ટાઈનો પિરિયડ પુરો કરવો પડશે, ત્યાર બાદ ફરીથી કોરોનાનું પરિક્ષણ કરવામાં આવશે.

સાહિન-