- કોરોનાના વળતા પાણી
- 24 કલાકમાં 30 હજાર 775 કેસ સામે આવ્યા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે. ઘીરે ઘીરે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે દેશમાં અનેક રાજ્યોમાં પ્રતિબંધો પણ હળવા કરવામાં આલવ્યા છે, શાળા કોલેજો પણ હવે શરુ થઈ રહી છે.ત્યારે કોરોનાના કેસ હવે છેલ્લા કેટલાક દિવસથી 35 હજારની અંદર આવી રહ્યા છે.
જો દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની વાત કરીએ તો 30 હજાર 757 નવા કેસ નોંધાયા છે અને 541 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 67 હજાર 538 લોકો કોરોનાથી સાજા થયા છે.
તો બીજી તરફ એક્ટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી જોવા મળે છે.. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 3 લાખ 32 હજાર 918 છે. કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.03 ટકા જોવા મળે છે. દૈનિક સકારાત્મકતા દર 2.61 ટકા નોઁધાયો છે જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 3.04 ટકા છે.