Site icon Revoi.in

કોરોના સંકટમાં રાહતઃ કેબિનેટે ગરિબોને બે મહિના વધુ અનાજ મફ્ત આપવાની યોજનાને મંજૂરી આપી

Social Share

દિલ્હીઃ-વિતેલા દિવસને  બુધવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે અને જૂન મહિનામાં ગરીબોને મફ્તમાં વધારાના અનાજ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ વધારાના અનાજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થીઓની શ્રેણીમાં આવનારા આશરે 79.88 કરોડ લોકોને આપવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિને મે અને જૂન મહિનામાં 5-5 કિલો અતિરિક્ત અનાજ આપવામાં આવશે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક  બાદ જણાવવામાં આવ્યું કે આ યોજનાનો લાભ આપવા માટે અંદાજે 80 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે, વધારાના અનાજને બે મહિના સુધી લોકોને પહોંચાડવા માટે સરકારે આશરે 36789.2  પ્રતિ મેટ્રિક ટન ચોખા અને 2573.4 રુપિયે પ્રતિ મેટ્રિક ટન ઘઉંના હિસાબથી અંદાજે  25332.92 કરોડ રુપિયાની ખાદ્ય સબસીડી ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અનાજની રાજ્ય મુજબની ફાળવણીનો નિર્ણય એનએફએસએના ડેટાના આધારે લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોના મહામારી વખતે દરેક લોકોને સરકાર તરફથી કેટલાક મહિનાઓ સુધી મફ્તમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું