Site icon Revoi.in

કોરોનામાં રાહત થતા અનેક દેશોએ ભારત પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યાઃ યાત્રીઓ તૂર્કી,રશિયા અને ઈજિપ્તનો પ્રવાસ કરી શકશે

Social Share

 

દિલ્હીઃ-કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવ્યો હતો. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને વિશ્વના ઘણા બધા દેશોએ ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીઘો હતો, જો કે હવે દેશમાં કોરોનાની સ્થિતિ સામાનમ્ય થતા જ ઘણા દેશોએ ભારત પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા છે.જેને લઈને હવે ભારતવાસીઓ આ દેશોની સરળતાથી યાત્રા કરી શકશે, જો કે આ દેશો દ્રારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ ચોક્કસ રાખવામાં આવ્યો છે.

આ શ્રેણીમાં દેશવાસીનું મનપંસદ ગણાતો દેશ તુર્કીએ ભઆરત પરનો પ્રતિબંધ હટાવ્યો છે,જો કે તુર્કીએ ભારતીય પ્રવનાસીઓ માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કર્યું છે, આ સમયગાળા બાદ આટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તો પ્રવાસી તુર્કીના કોઈ પણ સ્થળે સરળતાથી ફરી જઈ શકશે.

તો બીજી તરફ રશિયાએ પણ ભારતને હવે છૂટ આપી છે, ભારતના યાત્રીઓ રશિયા પણ જઈ શકે છે,રશિયાના 30 દિવસના સિંગલ એન્ટ્રી તથા ડબલ એન્ટ્રી વિઝા માટે અપ્લાઈ કરી શકો છો રશિયાની સફર કરવા માટે 72 કલાક અંદરનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે.

આ જ શ્રેણીમાં ઈજિપ્તનો પણ સમાવેશ થાય છએ, જો તમે ઈચ્છો તો કોરોના બાદ હવે ઈજિપ્તની પણ નુલાકાત લઈ શકો .આ દેશમાં એન્ટર થતાની સાથે જ દરેક યાત્રીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને હેલ્થ ડિકલેરેશન ફોર્મ પણ ફિલપ કરાવવામાં આવશે. પેસેન્જરોએ 72 કલાકમાં કરાવેલો આર-પીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો પડશે.