Site icon Revoi.in

દેશમાં કોરોનામાં રાહતઃ સતત ચોથા દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા, સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ચ્રીજી લહેરની શંકાો સેવાઈ રહી હતી જો કે દેશમાં સતત 5 દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા તંત્રએ રાહતના શ્વાસ લીઘા છે, દેશમાં કોરોના સંક્રમણથી સતત રાહત મળી રહી છે. બુધવારે સતત ચોથા દિવસે નવા કેસોનો આંકડો 30 હજારથી ઓછો નોંધાયો છે.

દેશમાં એક દિવસમાં માત્ર 27 હજાર 176 નવા કેસ મળ્યા છે. આ સાથે, સક્રિય કેસોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહેલો જોવા મળ્યો છે અને આ આંકડો હવે માત્ર 3 લાખ 51 હજાર 87 પર આવી પહોંચ્યો છે. કોરોનામાંથી સાજા થવાનો દર  પણ વધીને 97.62 ટકાએ પહોંચતા મોટી રાહત મળી છે.

જો અત્યાર સુધી મળી આવેલા કુલ કેસોની વાત કરીએ તો તેના સામે સક્રિય કેસોની ટકાવારી પણ ઘટીને માત્ર 1.5 થઈ છે. છેલ્લા એક સપ્તાહથી નવા કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. એટલું જ નહીં, કેરળમાં પણ કેસોમાં ઘટાડો થયો છે, જે ચિંતાનું કારણ બની ગયું છે અને તેની સીધી અસર રાષ્ટ્રીય સ્તરે આંકડાઓમાં દેખાય છે.

છેલ્લા એક દિવસની વાત કરીએ તો જ્યાં 27 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે,  તો તેની સામે એક જ દિવસમાં 38 હજાર લોકો સાજા થયા છે. જેને કારણે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 11 હજાર સુધીનો ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં કેસોમાં થયેલા ઘટાડાને કારણે માત્ર સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને માત્ર 2 ટકા થયો છે. આ સિવાય, દૈનિક પોઝિટિવિટી દર માત્ર 1.69 ટકા જોવા મળ્યો છે. છેલ્લા 16 દિવસથી આ આંકડો માત્ર 3 ટકાથી ઓછો છે. આ સાથે જ સાપ્તાહિક હકારાત્મકતા દર પણ લગભગ ત્રણ મહિના સુધી 3 ટકાથી ઓછો રહ્યો છે.