Site icon Revoi.in

કોરોના રિટર્નઃ બેઈજિંગ સહીત ચીનના કેટલાક વિસ્તારો કોરોનાની ઝપેટમાં, હોટલ બુકિંગ પર લગાવાઈ રોક

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં વિતેલા વર્ષથી કોરોના મહામારીની શરુઆત થઈ હતી જો કે ઘીમે ઘીમે કેસો ઓછા થયા ગયા ત્યારે ફરી એક વાર કે જ્યા કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે,ચીનની રાજધાનીમાં શનિવારે કોરોનાના કુલ નવ કેસ નોંધાયા છે જેને લઈને ચિંતા વ્યાપી છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા અધિકારીઓએ તપાસ વધારવા અને હોટલમાં બુકિંગ પર પ્રતિબંધ લગાવવા જેવા મહત્વના પગલા લીધા છે.

ચીનના બેઇજિંગમાં સંક્રમિત મળી આવેલા પાંચ લોકોએ 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન આંતરિક મંગોલિયા સ્વાયત્ત પ્રદેશ, નિગ્શિયા હુઇ સ્વાયત્ત પ્રદેશ અને શાંક્સી પ્રાંતની મુસાફરી કરી હતી અને 16 ઓક્ટોબરે બેઇજિંગ પરત ફર્યા હતા. અર્બન હેલ્થ કમિશનના જણાવ્યા મુજબ, ચેપગ્રસ્ત અન્ય વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવી હતી.

આ ઉપરાંત શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના 32 કેસ પણ નોંધાયા હતા. આ કેસોમાં વધારા પાછળ શાંઘાઈમાં રહેતા એક વૃદ્ધ દંપતી હોવાનું મનાઈ રહ્યું છે, જેઓ શિયાન સહિત ઘણા શહેરોમાં ગયા હતા અને તેઓ કોવિડ-19થી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના બાદ અધિકારીઓએ દંપતીના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું કામ શરૂ કર્યું હતું. ત્રણ દિવસમાં તેની નજીકના સંપર્કમાં આવેલા સેંકડો લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેની સાથે મુસાફરી કરી ચૂકેલા પાંચ લોકો પણ પાછળથી સંક્રમિત મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચીનમાં વધતા કોરોનાના કહેરને જોતા ઘણી જગ્યાઓ પણ શાળાઓ પણ બંધ કરાવી દેવામાં આવી છે, ચીનમાં વધતા કેસો ફરી એક વાર વિશ્વનું ટેન્શન વધારી શકે છે.છેલ્લા કેટલાક દિવસોથી ચીન ચર્ચાનો વિષય બની રહ્યું છે.વધતા કોરોનાના કેસોને લઈને ચીનની ચિંતા હવે વધી છે.