- કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25 હજારથી વધુ કેસ
- 189 લોકોના કોરોનામાં થયા મોત
દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેરમાં સંપડાયેલો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,મહારાષ્ટ્ર અને કેરળ કોરોનાના વધતા કેસોના મામલે મોખરે જોવા મળે છે,કેરળમાં કેટલાક દિવસોથી દરરોજ 30 હજાર કે તેની આસપાસ કોરોનાના કેસો નોંધાી રહ્યા છે.
જો કેરળની સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયાથી તો નવા કેસોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં મંગળવારે રાજ્યમાં કોરોનાના 25 હજાર 772 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 42 લાખ 53 હજાર 298 થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં કોરોનાના કુલ 2 લાખ 37 લાખ 45 સક્રિય કેસ છે. તે જ સમયે, 3 લાખ ,93 હજાર 877 લોકો એ કોરોનાને માત આપીને સાજા થાય છે.અને અત્યાર સુધી 21 હજાર 820 લોકો મૃત્યુ પામ્યા છે.
કેરળના મુખ્યમંત્રી પી. વિજયને મંગળવારે જણાવ્યું હતું કે આજે કોવિડ -19 ને લઈને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવશે. આ સાથે રવિવારે લોકડાઉન ન લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે,આ બેઠકમાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગ્રેજ્યૂએટ અને અંડરગ્રેજ્યૂએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ક્લાસ 4 ઓક્ટોબરથી શરુ કરવામાં આવશે, શિક્ષણ સંસ્થાઓ શરુ કરવાને લઈને દિશા નિર્દેશ તૈયાર કરાવામાં આવી રહ્યા છે. આ સાથે જ શાળાઓ ખોલવાનો નિર્ણય પછીથી લેવામાં આવશે.