દિલ્હીમાં કોરોના વકર્યોઃ સીએમ બાદ હવે બીજેપી સાસંદ મનોજ તિવારી કોરોનાગ્રસ્ત
- બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોનાપોઝિટિવ
- દિલ્હીમાં કોરોનાના કેસોએ અનેક લોકોને ઝપેટમાં લીધા
- સીએમ કેજરીવાલ બાદ મનોજ તિવારી કોરોના સંક્રમિત
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે દેશભરમાં વધી રહેલા કેસમાં રાજધાની દિલ્હી મોખરે જોવા મળે છે ,વધતા કોરોનાના કેસોને લઈને દિલ્હીમાં હવે વિકેન્ડ કર્ફ્યૂની પણ જાહેરાત કરવામાં આવી છેત્યારે આજે સવારે દિલ્હીના સીએમ કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી હતી તો વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી બીજેપી સાંસદ મનોજ તિવારીને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે,દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
परसों (2 Jan) रात से ही अस्वस्थ महसूस कर रहा था।हल्का बुखार और ज़ुकाम होने के कारण कल उत्तराखंड – रूद्रपुर प्रचार में भी नहीं जा पाया था..टेस्ट में आज पॉज़िटिव आया हूँ..
सतर्कता बरतते हुए अपने आप को कल ही isolate कर लिया था.
कृपया अपना और अपने परिवार का ध्यान रखें 🙏— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) January 4, 2022
આ સમગ્ર મામલાને લઈને પોતે મનોજ તિવારીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી શેર કરી છે.તેમણે કહ્યું કે કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતાની સાથે જ તેઓ હોમઆઈસોલેટ થઈ ચૂક્યા છે,તેમણે દરેકને સતર્ક રહેવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો નોઁધાઈ રહ્યો છે જેને લઈને હવે રાજકરણમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે ,અનેક સેલેબ્સથી લઈને નેતાઓ પણ કોરોના સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે.