- કેરળમાં કોરોનાનો કહેર વધ્યો
- સતત બીજે દિવસે 22 હજાર જેટલા કેસ સામે આવ્યા
- આ નોંધાયેલા કેસ કુલ કેસના 50 ટકા
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં અને રાજધાની દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની ગતિ ધીમી થયેલી જોવા મળી રહી છે,અહીં દૈનિક કેસોમાં ઘટાડો કનોંધાઈ રહ્યો છે, જ્યારે દેશના રાજ્ય કેરળમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
મહામારીની જ્યારથી શરૂઆત થી હતી ત્યારથી દક્ષિણ ભારતનું આ રાજ્ય સૌથી વધુ કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત રહ્યું છે અને હજી પણ દેશભરમાં નવા કેસોમાં 50 ટકાથી વધુનો હિસ્સો કેરળ બને છે. સતત બે દિવસથી કેરળમાં 22 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેણે ફરી એકવાર ચિંતામાં વધારો કર્યો છે.
બીજી તરફ જો સમગ્ર દેશભરની વાત કરવામાં આવેતો ભારતમાં કોરોના વાઇરસના નવા ૪૩ હજાર કેસો સામે આવ્યા છે અને વધુ ૬૪૦ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩.૯૯ લાખે પહોંચી ગઇ છે.
કેરોનામાં કોરોના ગ્રાફ સતત 4 અઠવાડિયાથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, અહીં 22 હજાર 056 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસોની સંખ્યા વધીને હવે 33 લાખ 27 હજાર 301 પર પહોંચી ચૂકી છે, જ્યારે 131 વધુ લોકોના મોત સાથે કોરોનાનો મૃત્યુઆંક વધીને 16 હજાર 457 થયો છે.
જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસો ઘટીને 11 હજાર પર આવી ગયા હતા. જો કે, ત્યારબાદ ફરીથી નવા કેસોમાં વધારો થયો છે. તે જ સમયે, મે મહિનામાં બીજી લહેરની પીક બાદ દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલ માત્ર એકલા કેરલમાં કોરોનાના 1 લાખ 49 હજાર 534 દર્દીઓ છે. તે જ સમયે, દેશભરમાં 3 લાખ 99 હજાર 436 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.