કેરળમાં કોરોનાનો કહેરઃ તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોએ અંહીથી આવતા લોકો માટે નવા નિયનો લાગુ કર્યા
- કેરળમાં કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય
- કર્ણાટક-તામિલનાડુએ અંહી આવતા લોકો માટે નિયમો લાગુ કર્યા
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ,કેરળમાં વધતા જતા કોરોનાના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યા છે, કેરળમાં કોરોનાના વધતા કેસોને લઈને હવે પાડોશી રાજ્યો પણ સતર્ક બન્યા છે. પડોશી રાજ્યોએ અહીંથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં કેરળમાં એક લાખથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. આ સ્થિતિને જોતા હવે તમિલનાડુ અને કર્ણાટકએ અહીંથી આવતા લોકો માટે કડક નિયમો લાગુ કર્યા છે. તમિલનાડુએ 5 ઓગસ્ટથી કેરળથી આવતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. તે જ સમયે, કર્ણાટકએ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી આપી છે જેમને કોરોનાની વેક્સિન લીધી છે.
આ સાથે જ કર્ણાટકએ કેરળથી આવતા જાહેર પરિવહન વાહનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જેનું પરિણામ એ છે કે કેરળને અડીને આવેલા બંને રાજ્યોની સરહદ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે વિતાલા દિવસને રવિવારે પણ કેરળમાં 20 હજાર 728 નવા કોરોના કેસ મળી આવ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ હતો જ્યારે અહીં 20 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જે આખા દેશમાં મળી આવેલા કોરોનાના 41 હાજર 952 કેસોમાંથી 50 ટકા કેસ કહી શકાય,
રાજ્યમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ પણ 12.14 ટકા નોંધાયો છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 2.34 ટકા છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 1 લાખ 67 હજાર 379 થઈ ગઈ છે, જે દેશમાં સક્રિય કેસોનો ત્રીજો ભાગ છે. કેરળના ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં સંક્રમણનો દર 1.2 ટકા છે.ત્યારે હવે રાજ્યની આ સ્થિતિને જોતા કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સાચી પડતી જોવા મળી રહી છે.