Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – સરકારે રાત્રી કર્ફ્યુ, વિકેન્ડમાં લોકડાઉન સહીત કલમ 144 લાગુ કરવાનો લીધો નિર્ણય

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફેલઈ રહ્યો છે, અનેક રાજ્યોમાં વધતા કેસને લઈને સરકાર ચિંતામાં છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ કોરોનાનો રાફળો ફાટ્ઓછે જેને લઈને ઉદ્વવ ઠાકરેની સરકારે અનેક મહત્વના પગલા લઈને કોરોનાની રફ્તારને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

વિતેલા દિવસ રવિવારના રોજ સરકારે એક બેઠક બોલાવી હતી,આ બેઠકમાં કોરોનાને અટકાવવા માટેના અનેક નમહત્વનના નિર્ણયો લેવામાં આવ્યા છે, આ બેઠકમાં ખાસ નિર્ણ લેવાયો છે કે, વધતા કેસોને જોતા મહારાષ્ટ્રમાં હવેથી રોજ રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલી બનશે.

આ સાથે જ બેઠકમાં બીજો મહત્વનો નિર્ણય લેવાયો છે કે, વધતી ભીડને અટકાવવા માટે કલમ ​​144 લાગુ કરવામાં એવી છે, એક જગ્યાએ 4થી વધુ લોકો જો ભેગા થશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે, આ સાથે જ સમગ્ર રાજ્યભરમાં અઠવાડિયામાં શનિવાર અને રવિવાર આમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બેઠકમાં લેવામાં આવેલા આ દરેક નિર્ણયો આજે એટલે કે સોમવાર રાત્રીથી અમલી બનશે

આ સમગ્ર કોરોનાની સ્થિતિને જોતા સરકારે અનેક સુવિધાઓ બંધ રાખી છે તો જરુરી સુવિધાઓ ચાલુ રાખી છએ જે પ્રમાણે મોલ્સ, રેસ્ટોરન્ટ અને બાર બંધ રહેશે જો કે પાર્સલ સેવાને મંજૂરી આપવામાં આવી છે.

આ સાથએ જ આવશ્યક ચીજ વસ્તનઓની સેવા શરુ રહેશે તો બીજી તરફ સરકારી કાર્યાલયો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. દર અઠવાડિયે શુક્રવારે રાત્રે 8 થી સોમવાર સવાર 7 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

પરિવહન સેવામાં રિક્ષા ,ટેક્સ અને ટ્રેન ચાલુ રહેશે કોઈ પણ સ્થળે પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ, મોટા શૂટિંગ કરવામાં નહી આવે આ સાથએ જ ઉદ્યોગો પણ શરુ રહેશે તો બીજી તરફ બગીચા , ગાર્ડન જેવા જાહેર સ્થળો સંપૂર્ણ પણે બંધ રહેશે.

સાહિન-