Site icon Revoi.in

કોરોનાનો કાળમાં સૌથી વધુ કેટરિંગના ધંધાર્થીઓને સહન કર્યું, હવે બુસ્ટર ડોઝની ખાસ જરૂર

Social Share

રાજકોટ :  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તેથી રોજગાક-ધંધા પણ પૂર્વવત બની ગયા છે. જોકે 18 શહેરોમાં હજુ રાતના 10 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જતો હોવાથી ખાસ કરીને હોટલ- રેસ્ટોરન્ટસ અને ખાણીપીણીના ધંધાને અસર પડી રહી છે. અત્યારે સૌથી માઠી દશા કેટરીંગના વ્યવસાયિકોની થઇ ગઇ છે. લગ્ન કે માંગલિક પ્રસંગો થતા નથી અને થાય છે તે 100 લોકોની મર્યાદામાં જ ચાલે છે એટલે કેટરર્સ સંચાલકોના ધંધા ભાંગી ગયા છે એટલું જ નહીં આર્થિક સમસ્યાઓ પણ નડવા માંડી છે. સૌને સ્વાદિષ્ટ ભોજન જમાડતો આ ઉદ્યોગ સરકારી સહાય માટે ભૂખ્યો થયો છે. સરકારે આ ક્ષેત્ર તરફ ધ્યાન ન આપીને કોઇ પ્રોત્સાહન જાહેર કર્યા નથી.

ઓલ ઇન્ડિયા કેટરર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે,, આ ક્ષેત્રમાં બેકારી કે અન્ય ખાણીપીણીના ધંધા તરફ વળવાનું પ્રમાણ વધી ગયું છે. ઘણા સંચાલકોએ ફૂડ બિઝનેસમાં ઝંપલાવીને ભજીયા, સેન્ડવીચ, ફાસ્ટફૂડ, ભેળ કે ટિફીન વેંચવા જેવા નાના ધંધા પકડી લીધાં છે. જોકે કેટરીંગ જેવો એમાં બિઝનેસન ન મળતો હોવાથી આર્થિક સમસ્યા વધી રહી છે. કેટરીંગના બિઝનેસમાં 90 ટકા લોકો ઓછું ભણેલા કે અશિક્ષિત હોય છે. પોતાની આંતરસૂઝ વડે આ ધંધામાં આવ્યા હોય છે એટલે બીજા વ્યવસાયોમાં સફળ થઇ શકતા નથી. સરકારે કેટરીંગના બિઝનેસ માટે પ્રોત્સાહનો આપવા જરુરી છે.

સરકાર બેંક લોનના ઇએમઆઇ ભરવા માટે વધારે સમય આપવા જ જોઇએ. રજીસ્ટર્ડ કેટરર્સને ખરાઇ કરીને રાહત પહોંચાડવી જોઇએ.  અત્યારે સરકારે 100 લોકોની મર્યાદામાં પ્રસંગો ઉજવવા જાહેરાત કરી છે એટલે કેટરીંગને ફાયદો થવાનો નથી. હોટેલ-રેસ્ટોરાવાળાના ધંધા ખૂલી ગયા છે પણ હજુ કેટરીંગના વ્યવસાયિકોને ઘણી રાહ જોવી પડે તેમ છે. એમાં ય જો ત્રીજી વેવ આવી જાય તો ચાલુ થતા ખાસ્સો સમય વિતી જાય એમ જણાય છે.

ઓલ ઇન્ડિયા કેટરર્સ એસોસીએશન સાથે જોડાયેલા હોય તેવા  રાજકોટમાં 200 કેટરર્સ સભ્યો છે. જોકે એ સિવાય બીજા 450 જેટલા ધંધાર્થીઓ છે.  બધાને નાની મોટી સમસ્યા છે. નાનો વર્ગ વધુ સહન કરી રહ્યો છે.

કેટરર્સના કહેવા મુજબ એક ફંકશન થાય તો તેમાં અલગ અલગ 43 જેટલા નાના મોટાં ધંધાર્થીને રોજી મળતી હોય છે પણ અત્યારે બધુ બંધ છે એટલે આ ઇકોનોમી ઠપ છે. અત્યારે તો 200-300 લોકોનું કેટરીંગ ગોઠવાય તો જ વ્યવસાયિકને ફાયદો મળે તેમ છે. સરકાર મોટી છૂટછાટો આપે તો જ એ શક્ય છે. જોકે એનાથી વળી, કોરોના ફેલાય તો પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાશે.