- કોરોનાથઈ સંક્રમિત થયેલા લોકોને આંખો ડ્રાય થવાની સમસ્યા
- દર 5માંથી 1 વ્યક્તિને છે આવી ફરીયાદ
દેશભરમાં કોરોનાની બે લહેરે હાહાકાર મચાવ્યો હતો અનેક લોકો કોરોના ગ્રસ્ત થાય હતા, જો કે હાલ દેશમાં કોરોનાને લઈને સ્થિતિ સામાન્ય થી રહી છે, પરંતુ જે લોકોને પહેલા કોરોના થી ચૂક્યો છે તેવા લોકોમાં હવે ઘણી સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે હગવે આંખો ડ્રાય થવાની સમસ્યા પણ થી રહી છે.
કોરોનાનાં લક્ષણોમાં ઉધર, શરદી, તાવ આવે છે, પરંતુ હવે ઝાંખું દેખાવું અને ડ્રાય આઈ પણ સંક્રમણ સંબંધિત સમસ્યા બની રહી છે. તાજેતરમાં હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં આ આમાહિતી શેર કરી છથે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાથી પીડિત 20 ટકા જેયલા લોકોની આંખો શુષ્ક થઈ રહી છે.
આ અભ્યાસમાં કોરોનાથી સાજા થયેલા થયેલા 228 દર્દીઓની તપાસ 1થી 3 મહિનાની અંદર કરાઈ છે. આ દર્દીઓના હેલ્થ રેકોર્ડ્સની તુલના 109 સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી. જેમાં બહાર આવ્યું છે કે સંક્રમણની ઝપેટમાં આવનાર દર 5માંથી 1 વ્યક્તિને ડ્રાય આઈની બીમારીના લક્ષણ હોય છે. સાથે તેમને ધૂંધળાપણું, આંખોની દૃષ્ટિ ગુમાવવી, લાઈટથી સેન્સિટિવિટી અને આંખમાં સોજો આવવાનુંપણ જોખમ રહે છે.
ડ્રાય આઈ એટલે આંખોમાં શુષ્કતા આવવી. જ્યારે તમારી આંખોને પર્યાપ્ત લ્યુબ્રિકેટ નથું મળતું, ત્યારે આંસુ કાં તો બનતા નથી, અથવા આંસુ ઝડપથી સૂકાઈ જવા, આંખોમાં બળતરા, સોજો અને દુખાવા જેવી સમસ્યા થાય છે.જે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના લક્ષણો હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.
આ સહીત 2021માં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે દર 10માંથી 1 કોરોના દર્દીને આંખ સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ સૌથી મોટી સમસ્યા ડ્રાય આઈની જોવા મળી હતી.જો કે સમય રહેતા અને ખાસ કાળજી કરતા આ આંખો શુષ્ક થવાની સમસ્યાથી બચી શકાય છે,
આ માટે ડોક્ટરની સલાહ લેવાની હોય છે અને આમખોની ખાસ કાળજી કરવાની હોય છે.આ સમસ્યાથઈ બચવું હોય તો ભારે પવન, ધુમાડો અને આંખો હવાના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું.દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું.હવામાં ભેજ જાળવી રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ.