કોરોના પીડિતોએ ગંદા માસ્કનો ન કરવો જોઈએ ઉપયોગ, બ્લેક ફંગસ થવાનો ભય
દિલ્હીઃ હાલ કોરોના વાયરસનો ભારત સહિત દુનિયાના અનેક દેશો સામનો કરી રહ્યાં છે. દરમિયાન હવે ભારતમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માઈકોસીસના કેસ સામે આવી રહ્યાં છે. ડાયબીટીસથી પીડિતી વ્યક્તિને જો કોરોના થાય તો તેને વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓએ સાફ-સફાઈ ઉપર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં ગુંદુ અને ભીના માસ્કનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ નહીં તો બ્લેક ફંગસ થવાની ખતરો ઉભો થતો હોવાનો મત તબીબોએ વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળે છે. બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો ડાયાબીટીસનાં દર્દીઓને હોવાનું તબીબો માની રહ્યાં છે. આ ઉપરાંત કોરોના પીડિતોએ સાફ-સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેમજ ગંદુ કે ભીના માસ્કનો વપરાશ કરવાનું ટાળવું જોઈએ. માસ્કને ધોઈને તડકામાં સુકવવો જોઈએ જેથી ભેજ દુર થઈ જાય છે. આ ઉપરાંત સાફ-સફાઈ ઉપર ધ્યાન રાખવામાં આવે તો બ્લેક ફંગસ થવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત દર્દીએ નાક અને ગળાને સાફ રાખવુ જોઈએ. ડાયબિટીસથી પીડિત દર્દીઓએ સુગરને કન્ટ્રોલને રાખવું જોઈએ.
કોરોનાની સારવારમાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેરોઈટ લાંબા ગાળે આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. કોરોના દરમિયાન જ દર્દીને બ્લેક ફંગસ થાય તો તેનો ઉપચાર લાંબો સમય ચાલે છે. આ માટે બ્લેક ફંગસથી બચવા માટે દર્દીઓએ તબીબોની સલાહને અનુસરવી જોઈએ.