- ગરીબલ દેશોને માત્ર 5 ડોલરમાં અપાશે કોરોના ટેસ્ટ કિટ – WHO
- કોરોનાને અટકાવવા હાલ તેનું વદુ પરિક્ષણ કરવું જરુરી
- ઝડપી ટેસ્ટ થકી કોરોનાના દર્દીઓની ઓળખ કરી આઈસોલેટ કરવા
- હાલ વિશઅવમાં કોરોનાના કેસની સંખ્યા 3 કરોડને પાર
સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોનાના કેસ વધતા જોઈ શકાય છે, કોરોના મહામારીને લઈને અનેક દેશ લડત આપી રહ્યું છે ત્યારે હાલ વિશઅવભરમાં કેસની સંખ્યા 3 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, કોરોનાની અત્યાર સુધી કોઈ ચોક્કસ અસરકાર વેક્સિન પણ માર્કેટમાં આવી નથી ત્યારે હાલ એક જ વિકલ્પ છે કે કોરોનાના સંક્રમિતોનો ટેસ્ટ કરીને તેમને આઈસોલેટ કરવામાં આવે, જે થકી કોરોનાના સંક્રમણને વધુ ફેલતા આપણ અટકાવી શકીએ છે.
આ સમગ્ર મહામારી વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જનરલ ટેડ્રોસે એક પરિષદમાં કહ્યું હતું કે, કોરોનોવાયરસ માટે લગભગ 120 મિલિયન રૈપિડ ડાયગ્નોસ્ટિક પરીક્ષણ નીચા અને મધ્યમ આવક ધરાવતા ગરીબ દેશોને મહત્તમ 5 ડોલર યુનિટ દીઠ ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જ્યા સુધી કોરોનાની સફળ વેક્સિન વિકસે નહી ત્યા સુધી કોરોનાના દર્દીઓનું પરિક્ષ કરી તેની ઓળખ કરવી અને તેને ઓઈસોલેટ કરવા એજ શ્રેષ્ઠ ઉપાય છે,જેથી કરીને કોરોનાના દર્દીઓને ભઆળ મેળવી શકાય અને આ માટે પરિક્ષ ઝડપી બનાવવા અને વધારવા જરુરી છે.
હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જનરલ ટેડ્રોસે એડનોમએ વધુમાં કહ્યું કે, કોરોના કિટ બનાવનાર એબોટ અને એસડી બાયોસેન્સરએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને 12 કરોડ નવા કોરોનાના પરિક્ષણમાં છ મહિનાની અદંર જ ખૂબ જ પોર્ટેબલ અને ઉપયોગમાં સરળ ઝડપી પરીક્ષણો આપવા માટે સહમતિ દર્શાવી છે.
સાહીન-