Site icon Revoi.in

ચીનમાં હજુ પણ કોરોનાનો ભયઃ 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો અમલ

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ બીજી તરફ કોરોનાનું ઉદભવ સ્થાન મનાતા ચીનમાં હજુ પણ અનેક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ચીન સરકારે ઝીરો કોવિડ કેસના અભિયાનને 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનથી અર્થવ્યવસ્થા બગડશે તેને ધ્યાને લીધા વીના યેનકેન પ્રકારે પોતાની વાહવાહી કરવામાં ચીની સરકારને વધુ રસ હોય એમ લાગે છે.

ચીનમાં સતત લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો કહે છે કે હવે તેમના માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. ચીનમાં પ્રજાને ખાદ્ય ચીજોની અછતનો સામનો કરવો પડે છે. આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી. અર્થવ્યવસ્થા પડી રહી છે અને ચીનમાં વિરોધ પ્રદર્શનો પણ થાય છે, પણ તે જે ભાગ્યે જ જોવા મળે છે. સરકાર પ્રજાને વિરોધ પણ કરવા દેતી નથી એ હદે દબાવી રહી હોય એવા દ્રશ્યો ઉભા થઈ રહ્યાં છે. 152 શહેરોમાં 28 કરોડથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. આમાંથી 114 શહેરોને ઓગસ્ટમાં જ લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે ટૂંક સમયમાં કમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસ યોજાવાની હતી.